Posts

સાબરકાંઠા ભારત સ્કાઉટ &ગાઈડ સંઘ ના ચીફ કમિશ્નર પરમ આદરણીય શ્રી અતુલભાઈ દીક્ષિત એ જન્મ દિવસ ની ઉજવણી મોતીપુરા પ્રાથમિક શાળા ના ભૂલકાઓ સાથે કરી.

Image
"સેવા પરમો ધર્મ " ના સુત્રને યથાર્થ કરનાર એવા ભાજપના પ્રદેશ પુર્વ સંગઠન મંત્રી,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે લાંબો સમય કાર્યકરનાર,    સાબરકાંઠા ભારત સ્કાઉટ &ગાઈડ સંઘ ના ચીફ કમિશ્નર પરમ આદરણીય  શ્રી અતુલભાઈ દીક્ષિત એ  જન્મ દિવસ ની ઉજવણી મોતીપુરા પ્રાથમિક શાળા ના ભૂલકાઓ સાથે કરી.  માનવ જીવન ઇશ્વરની અણમોલ ભેટ છે. ધરા અવતરણ દિવસ તેના જીવન માટે યાદગાર બની રહેતો હોય છે.  તેમના દ્વારા શાળાના  બાળકોને બિસ્કિટ આપવામાં આવ્યા. મોતીપુરા પ્રાથમિક શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપી જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી.  આ તબક્કે શાળાના આચાર્ય તથા જિલ્લા ટ્રેનિગ કમીશ્નર ગાઈડ વૈશલિબેન પટેલ અને સ્ટાફ ઘ્વારા શુભેચ્છા પાઠવી હતી. બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી યાગદાર બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ હિમાંશુ વ્યાસ 

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

Image
કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો.  ગુરુ અને શિષ્યની પવિત્ર પરંપરાને અનુરૂપ શાળાએ વિવિધ સાંસ્કૃતિક અને ભાવનાત્મક કાર્યક્રમોનું આયોજન કર્યું. કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીના ફોટા પર પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.ત્યાર બાદ નાના બાળકો દ્વારા શાળા ના તમામ ગુરુ ને કંકુ અને ચોખા નું તિલક લગાવી તેમનું પૂજન કર્યું હતું,ગુરુવંદના, શ્લોકો અને સંગીતમય નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા જેને જોઈને ઉપસ્થિત શાળાપરિવાર ના તમામ  ભાવવિભોર થઈ ગયા. વિદ્યાર્થીઓએ ગુરુના મહત્વ પર આધારિત કાવ્યાવલિ દ્વારા તેમના પ્રેમ અને આદરની ભાવના વ્યક્ત કરી. શાળાના પ્રમુખશ્રી, આચાર્યશ્રી તથા શિક્ષક મંડ ળના સભ્યોએ પણ બાળકોને ગુરુના માર્ગદર્શનનું મહત્ત્વ સમજાવતા સંદેશાઓ આપ્યા. આ પ્રસંગે શાળાનું વાતાવરણ ઊર્જાસભર બની ગયું હતું. બાળકોમાં સંસ્કાર, આદર અને શિસ્તના સંવર્ધન માટે કલરવ શિશુ વિકાસ કેન્દ્ર સતત પ્રયત્નશીલ છે.

ભાણમેર ગામની સીમમાંથી સ્વીફ્ટ ગાડીમાથી વિદેશી દારૂની કુલ કિ.₹3,21,750/-નો એક આરોપી ને ઝડપી પાડ્યો

ભાણમેર ગામની સીમમાંથી સ્વીફ્ટ ગાડીમાથી વિદેશી દારૂની કુલ કિ.₹3,21,750/-નો બ્યુરો રિપોર્ટ : હિમાંશુ વ્યાસ  અરવલ્લી ગુજરાત   પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.₹5,74,750/-ના મુદ્દામાલ સાથે ૧ આરોપીને ઝડપી પાડતી ભીલોડા પોલીસ.