11/08/2025 ને સોમવારના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કલેકટરશ્રી પ્રશસ્તિ પારીખ સાહેબના અધ્યક્ષ સ્થાને સમગ્ર શિક્ષા અરવલ્લી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો સક્ષમશાળા એવોર્ડ 2025 યોજવામાં આવ્યો હતો.

જેમાં મોડાસા તાલુકાની શીણાવાડ પ્રાથમિક શાળાએ ઓવર ઓવર કેટેગરીમાં સક્ષમશાળા તરીકે તાલુકા તેમજ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. પ્રથમ ક્રમ મેળવવા બદલ જિલ્લા કક્ષાએ 31000 રૂ. તેમજ તાલુકા કક્ષાએ 11000 રૂપિયાનો ચેક, મોમેન્ટ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓમાં ભૌતિક સુવિધા અને માળખાગત સુવિધાઓનો વિકાસ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા વગેરે જેવી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખી શાળાને બિરદાવવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી પરમાર કનુભાઈ રામાભાઇ તેમજ સ્ટાફગણ, એસ.એમ.સી. કમિટી વાલીગણ અને શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના સાથ અને સહકારથી આ એવોર્ડ મળ્યો છે.
આ તબક્કે સમગ્ર શીણાવાડ ગામ થકી અમો ગર્વની લાગણી વ્યક્ત કરીએ છીએ.
Comments
Post a Comment