વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં તેમના ત્રણ પુસ્તકનું કરાયું વિમોચન

વેરાવળમાં આવેલ શિશુમંદિર એજયુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવિણભાઈ કે. લહેરી એ ચાર દાયકાઓ સુધી ગુજરાત સરકારમાં વિવિધ હોદ્દાઓ પર રહી વિશિષ્ટ યોગદાન આપેલ જેમાં સાહીત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓના રાહબરનો અભિવાદક સમારંભ 'જે.બી.ઓડીટોરીયમ' વસ્ત્રાપુર અમદાવાદ ખાતે યોજાયેલ હતો. આ સમારંભમા પી.કે.લહેરીના ત્રણ પુસ્તકો 'ગૌરવ ગુજરાતનું, 'અંતરંગ' અને 'સાંપ્રત સમયનો પડકાર'નું વિમોચન કરવામાં આવ્યું हतुं.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પૂજય સ્વામી પરમાનંદ સરસ્વતીજી (શિવાનંદ આશ્રમ અમદાવાદ) અતિથિ વિશેષ તરીકે પૂજ્ય સાધુ બ્રહમ વિહારી દાસજી વરિષ્ઠ સંતવર્ય

(બીએપીએસ) અને પૂજય સ્વામી નિખિલેશ્વરાનંદજી (અધ્યક્ષ રાધાકૃષ્ણ આશ્રમ, રાજકોટ) સહીતના હાજર રહેલ હતા અને સહયોગી સંસ્થાઓ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, સદ્વિચાર પરિવાર અમદાવાદ, શ્રીમદ્ રાજચંદુ સેવા કેન્દ્ર (ઉમંગ મૂકબધિર શાળા) બી.એમ.ઈન્સીટયુટ ઓફ મેન્ટલ હેલ્થ, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ-ભાવનગર,

ગુજરાત ડેઈલી ન્યુઝ પેપર એસોસિએશન ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ-ગઢડા, ફતેહસિંહરાવ ગાયકવાડ, જનરલ હોસ્પીટલ-વાત્રક, ભિક્ષુ અખંડાનંદ ટ્રસ્ટ, સદ્વિચાર પરિવાર- મણિનગર, હિંમતનગર, કસ્તુરબા સેવાશ્રમ-મરોલી, એડવાન્સ ઈન્ફોર્મેશન નેટવર્ક ઓફ લાઈબ્રેરીઝ ઈન ગુજરાત દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ ના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, ડોકટરો, રાજકીય નેતાઓ અને સેવાકીય સંસ્થાઓના ટ્રસ્ટીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. આ વેરાવળ શિશુમંદિર એજયુકેશન ટ્રસ્ટના જીતેન્દ્રભાઈ બી. મહેતા, રિતેશભાઈ પી. પંડયા અને જગમાલભાઈ જે. વાળા પરિવાર સાથે ઉપસ્થિત રહયા હતા. પી.કે.લહેરી એ તેની નોંધ લીધેલ હોવાનું ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રમેશભાઈ પી. ચોપડકરે યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

જી. જી. મોરીવાલા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજનો ઓથ શેરેમની અને લેમ્પ લાઈટિંગ કાર્યક્રમ યોજાયો