કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો
કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો.
ગુરુ અને શિષ્યની પવિત્ર પરંપરાને અનુરૂપ શાળાએ વિવિધ સાંસ્કૃતિક અને ભાવનાત્મક કાર્યક્રમોનું આયોજન કર્યું.
કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીના ફોટા પર પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.ત્યાર બાદ નાના બાળકો દ્વારા શાળા ના તમામ ગુરુ ને કંકુ અને ચોખા નું તિલક લગાવી તેમનું પૂજન કર્યું હતું,ગુરુવંદના, શ્લોકો અને સંગીતમય નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા જેને જોઈને ઉપસ્થિત શાળાપરિવાર ના તમામ ભાવવિભોર થઈ ગયા.
વિદ્યાર્થીઓએ ગુરુના મહત્વ પર આધારિત કાવ્યાવલિ દ્વારા તેમના પ્રેમ અને આદરની ભાવના વ્યક્ત કરી. શાળાના પ્રમુખશ્રી, આચાર્યશ્રી તથા શિક્ષક
મંડળના સભ્યોએ પણ બાળકોને ગુરુના માર્ગદર્શનનું મહત્ત્વ સમજાવતા સંદેશાઓ આપ્યા.
આ પ્રસંગે શાળાનું વાતાવરણ ઊર્જાસભર બની ગયું હતું. બાળકોમાં સંસ્કાર, આદર અને શિસ્તના સંવર્ધન માટે કલરવ શિશુ વિકાસ કેન્દ્ર સતત પ્રયત્નશીલ છે.
Comments
Post a Comment