મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન
ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. 

ગો.વા. મનુભાઈ ખેમચંદદાસ શાહ લાટીવાળા એ  દાતા તરીકે  મંડળની  બે કોલેજોને ઉદાર હાથે દાન આપ્યું છે. 
તે ઉપરાંત તેમણે આ પ્રદેશની અનેક નાની મોટી સંસ્થાઓમાં દાન આપેલું છે. આ રીતે તેઓ મોડાસાના ભામાશા તરીકે પ્રખ્યાત છે.
તેઓ તારીખ 28 8 2025 ના રોજ શ્રીજી શરણ થવાથી સમગ્ર મંડળ તથા કોલેજ પરિવાર ઊંડા આઘાત અને દુઃખની લાગણી અનુભવી રહ્યાં છે. મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી શાહની અધ્યક્ષતામાં કેમ્પસ સ્થિત ભામાશાહ હોલ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મંડળના કારોબારીના સભ્યો, પ્રતિષ્ઠિત મહાનુભાવો, કેમ્પસના આચાર્યો, અધ્યાપકો, શૈક્ષણિક તથા વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંડળના ઉપ-પ્રમુખ સુભાષભાઈ શાહ, ટ્રસ્ટી નવીનભાઈ મોદી, ડૉ. સંતોષ દેવકર, ડૉ .બીપીનભાઈ પટેલ , ડોક્ટર મુકુંદભાઈ શાહ તથા બીપીનભાઇ ર.શાહના ઓ એ સદગતની સેવાઓને અને દાન પ્રણાલીને બિરદાવી હતી.માનદ મંત્રી ડો. આર સી મહેતાએ શોક ઠરાવનું વાંચન કર્યું હતું. 
ડોક્ટર આશિષ મનુભાઈ શાહે આ પ્રસંગે  ઉપસ્થિત રહી સભા નો આભાર માન્યો હતો.
બ્યુરો રિપોર્ટ હિમાંશુ વ્યાસ 

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન