ગ્રાન્ડ ફીનાલે રાવલ પ્રિમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સમાપન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા મુખ્ય સંગઠક શ્રી અતુલભાઇ દીક્ષિત અને દાતાશ્રી રાજેન્દ્ર રાવલ હસ્તે કરવામાં આવ્યું
ગ્રાન્ડ ફીનાલે રાવલ પ્રિમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સમાપન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા મુખ્ય સંગઠક શ્રી અતુલભાઇ દીક્ષિત અને દાતાશ્રી રાજેન્દ્ર રાવલ હસ્તે કરવામાં આવ્યું
શ્રી છોતેરગોળ બાવીસ ગામ તપોધન બ્રાહ્મન સમાજ અને રાજલ ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત રણાસણ વિજાપુર ખાતે સુંદર સાપ્તાહિક ક્રિકેટનું આયોજન કરવામાં આવેલ હતું .જેના અંદર સમાજના તમામ દૂર દૂર વસતા યુવાનો તેમજ વડીલોએ ભાગ લીધેલો હતો.. રોયલ ક્રિકેટ એકેડમી દ્વારા તેનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું ..તેના ફાઈનલના દિવસે શ્રી રાજેન્દ્રભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને સુંદર પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલ હતો..
તે પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના મુખ્ય સંગઠક શ્રી અતુલભાઇ દીક્ષિત,સમસ્ત બ્રહ્મ સમાજ સાબરકાંઠા ના પ્રમુખશ્રી મનોજભાઈ પુરોહિત,યુવા પ્રમુખ શ્રી હર્ષલભાઈ રાવલ, ગુજરાત બ્રહ્મ સમાજ ના મીડિયા સેલ ના કન્વીનર અશોકભાઈ રાવલ.હાજર રહેલ હતા..
શ્રીરાજેન્દ્રભાઈ રાવલ દ્વારા આ પ્રોગ્રામમાં સમાજના ઉત્થાન માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષા ના મુખ્ય સંગઠક શ્રી અતુલભાઇ દીક્ષિત દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તેમને દ્રષ્ટાંત સ્વરૂપે સમાજમાં કઈ રીતે એક મેક ને હળીમળીને રહીને આવા સુંદર આયોજન કરવાનું જણાવેલ જેથી કરીને સમાજના બાળકોથી લઇ મહિલા અને વડીલો ઉપસ્થિત રહે અને એકબીજાને પરિચય કેળવાય જેથી કરીને સમાજમાં ભવિષ્યમાં પણ બધા એકસાથે રહે તેવું માર્ગદર્શન આપેલ હતું.
તેમને ભવિષ્ય માં પણ આ સમાજ ને સાબરકાંઠામાં કોઈ પ્રોગ્રામ થાય તો સાબરકાંઠા બ્રહ્મ સમાજ તેમની સાથે રહેશે તે રીતે બ્રહ્મ સમાજ સાબરકાંઠા દ્વારા આમંત્રિત કરેલ હતા.. આ દિવસે સમાજ દ્વારા શ્રી યજ્ઞ પુસ્તિકા અને વિદેશ ગૌરવ નું વિમોચન પણ કરવામાં આવેલ હતું..
પ્રમુખશ્રી મનોજભાઈ રાવલ, ઉપપ્રમુખ દિલીપભાઈ રાવલ હિંમતનગર, ચિરાગભાઈ રાવલ રણાસણ, હરેશભાઈ રાવલ હિંમતનગર ,મહિલા પ્રમુખ ગાયત્રીબેન રાવલ, તેમજ મોટી સંખ્યામાં રાવલ સમાજ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Comments
Post a Comment