જી. જી. મોરીવાલા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજનો ઓથ શેરેમની અને લેમ્પ લાઈટિંગ કાર્યક્રમ યોજાયો
જી. જી. મોરીવાલા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજનો ઓથ શેરેમની અને લેમ્પ લાઈટિંગ કાર્યક્રમ યોજાયો
ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત જી.જી. મોરીવાલા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ મોડાસા દ્વારા તારીખ 17- 4- 2025 ના રોજ મદની કેમ્પસમાં જી.જી. મોરી વાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ નો ઓથ શેરેમની અને લેમ્પ લાઇટીંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના ઉપપ્રમુખ જનાબ સલીમભાઈ દાદુ (દાદુ જનરલ) હાજર રહ્યા હતા જેમણે આ કાર્યક્રમમાં શુભેચ્છાઓ પાઠવી હતી.તથા મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી પુષ્પા પરમાર (DNS GMERS હિમતનગર)શ્રીમતી જ્યોત્સનાબેન ચોધરી (TNAI REPRESENTATIVES NORTH GUJARAT AND MATRON GMERS HIMATNAGAR)જેમણે નર્સિંગનું મહત્વ અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિદી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઉપરાંત કાર્યક્રમમાં ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના સેક્રેટરી કાદરાઅલી એમ સૈયદ ઉપપ્રમુખ અને નર્સિંગ કોલેજ ના ચેરમેન મુસ્તુફા જી કાંકરોલિયા,મેનેજીંગ ટ્રસ્ટી જીવાભાઈ ખાનજી,જો.સેક્રેટરી આબિદહુશેન બેલીમ,સમીરભાઈ પટેલ,અલીમોહંમદભાઈ તેમજ પ્રાથમિક શિક્ષણસમિતિ ચેરમેન સબ્બીરભાઈ ખાનજી, કારોબારી સભ્યો, પ્રાથમિક શાળા આચર્યા ઈલીયાસભાઈ સુથાર અને રુખસાનબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા...
ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ જનાબ મો.યુસુફ આઈ ટાઢા, જનાબ આઈ એ કડીવાળા (વાઈસ પ્રેસિડેન્ટ GNC),શ્રીમતી સેફાલી બારવાલ (IPS),જનાબ અનિરુધસિહ (આરોગ્ય સમિતિ અરવલ્લી), ડૉ.જયેશ પરમાર (CDHO અરવલ્લી),ડૉ.વિપુલ જાની,ડૉ.દીપક પટેલ,કમલેશ પરમાર (SNA એવાયજર) દ્વારા કર્યક્રમ ની શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કર્યક્રમનું આયોજન નર્સિંગ કોલેજ ના પ્રિન્સિપાલ માહેનુર દાદુ દ્વારા કરવામાં આવ્યું અને તેમણે કોલેજ પ્રોગ્રેસ રિપોર્ટ ની વિસ્તાર થી માહિતી આપી હતી અને એન્કરિંગ નર્સિંગ કોલેજ ના અધ્યાપક આનમ સુથાર અને ક્રિષ્નાબેન ભુનાતર દ્વારા કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ની પરીક્ષા માં , કોલેજ ના રમત ગમત અને ઉજવેલ હેલ્થ પ્રોગ્રામ માં
નંબર લાવનાર દરેક વિધાર્થીઓને ને સર્ટિફિકેટ, ટ્રોફી , મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .કાર્યક્રમ ના અંતે
આભારવિધિ અપેક્ષાબેન પંડ્યા દ્રારા આપી ને રાષ્ટ્રગીત ગાઈ ને કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો.
Comments
Post a Comment