વલસાડ પોલીસ ના સફળ પ્રયાસ થી ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ એસ.ઓ.જી.
વલસાડ પોલીસ ના સફળ પ્રયાસ થી ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ એસ.ઓ.જી.
નાનાપોંઢા પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ એસ.ઓ.જી.મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, મે.ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અંગે એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી.એ.યુ.રોઝ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પો.સ.ઈશ્રી બી.એચ.રાઠોડ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો સાથે અસરકારક કામગીરી કરવા સારૂ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન હ્યુમન સોર્સ આધારે એસ.ઓ.જી.ના એ.એસ.આઇ સયદભાઇ બાબનભાઇ તથા અ.હે.કો. દિપકસિંહ બાપુસિંહ તથા અ.હે.કો. હસમુખભાઇ ગીગાભાઇ નાઓને સંયુક્ત રાહે મળેલ માહિતી આધારે મોજે.નાનાપોંઢા, ભીસરા ફળીયુ, કપરાડા થી નાનાપોંઢા જતા રોડ ઉપરથી ભાવેશભાઇ બાબુભાઇ ઘુટીયા રહે.ગામ.વાડધા, નિશાળ ફળીયું, તા.કપરાડા, જી.વલસાડ વાળાને તેના કબજાની હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ-15-DE-2181 ની શીટની નીચે સંતાડી રાખેલ ગેરકાયદેસર હથીયાર દેશી હાથ બનાવટના તમંચા કિ.રૂા.૫,૦૦૦/- ની સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત:-
ભાવેશભાઇ બાબુભાઇ ઘુટીયા ઉ.વ.૨૬,
રહે.ગામ.વાડધા, નિશાળ ફળીયું, તા.કપરાડા, જી.વલસાડ
કબજે કરેલ મુદ્દામાલની વિગત :-
(૧) દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂા.૫,૦૦૦/-
(૨) હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ-15-DE-2181 કિ.રૂા.૩૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીઓ:-
સદર કામગીરી પો.ઇન્સ. શ્રી એ.યુ.રોઝ તથા પો.સ.ઇ શ્રી બી.એચ.રાઠોડ તથા એ.એસ.આઇ સયદભાઇ બાબનભાઇ તથા એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા અ.હે.કો. દિપકસિંહ બાપુસિંહ તથા અ.હે.કો. હસમુખભાઇ ગીગાભાઇ તથા ડ્રાઇવર હે.કો. રમેશભાઇ ભગુભાઇ નાઓ દ્રારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
Comments
Post a Comment