સાબરકાંઠા-અરવલ્લી ભારત- સ્કાઉટ ગાઇડ સંઘની જનરલ સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ

સાબરકાંઠા-અરવલ્લી ભારત- 
સ્કાઉટ ગાઇડ સંઘની જનરલ સભા  જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ  
   જિલ્લા  પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયૂરભાઈ ઉપાધ્યાય ના અધ્યક્ષ સ્થાને તથા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હિમાંશુભાઈ નિનામા તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના  પી એ શ્રી અજયભાઈ સોનીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા ની શરૂઆત સ્કાઉટ-ગાઇડ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. 
        બન્ને જિલ્લાના સ્કાઉટ-ગાઇડ હોદ્દેદારો તથા સ્કાઉટર-ગાઇડરની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. સ્કાઉટ કમિશ્નર શ્રી નિતિનભાઈ ગુર્જરે સ્કાઉટ-ગાઇડ એડવેન્ચર પ્રવૃતિ અતર્ગત દર્દીને તાત્કાલિક સારવાર માટેનું ડેમોસ્ટ્રેશન આપ્યું તથા વિવિધ ગેઝેટના નમુના બનાવડાવી માહિતી પુરી પાડી હતી. 
       સભાના અધ્યક્ષશ્રી પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય સાહેબે આ પ્રવૃતિને વેગવંતી બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પડવાનું વચન આપ્યું હતું.  તથા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન હિમાંશુ નીનામાએ સારા નાગરિક બનાવતી શ્રેષ્ઠ પ્રવૃતિ ગણાવી હતી.  
સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશ્નર શ્રી અતુલભાઈ દીક્ષિતે  સ્કાઉટ-ગાઇડની તમામ પ્રવૃતીઓ , સિદ્ધીઓ તથા ચાલુ વર્ષે થનાર પ્રવૃતિઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી. તથા આગામી કાર્યક્રમ વૃક્ષારોપણ ,  તિરંગા યાત્રા તથા શિક્ષકોના ઓરીએન્ટેશન કોર્ષ માટેની માહિતી   પુરી પાડી હતી.
   આ જનરલ સભામાં સાબરકાંઠા ગાઇડ કમિશ્નર પ્રા. ભારતીબેન ચૌધરી  અરવલ્લી સ્કાઉટ કમિશ્નર શ્રી નરોત્તમભાઈ પટેલ ,  આસિસ્ટન કમિશ્નર નિપૂર્ણબૅન શાહ  અરવલ્લી ગાઈડ કમિશનર કિરણબેન પટેલ 
 બીટ કેળવણી નિરીક્ષક શ્રી હરેશભાઈચોધરી, કરોલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અતુલભાઈપટેલ,  રેન્જરટ્રેનર સોનલબેનડામોર, ઉપ પ્રમુખ પ્રશાંત વ્યાસ, આ.ઓર્ગ.કમી. બીપીનભાઈ તબિયાડ, ટ્રેનિંગ કમિશનર વૈશાલીબેન, ગાઈડર અલકાબેન  તથા વિવિધ સ્કૂલમાથી સ્કાઉટ ગાઈડર ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્તમાન હિસાબો તથા અંદાજપત્ર સર્વાનું મતે મંજુર કરવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.

26 જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ ૯ જમાતના મહિલા મંડળે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું .