સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.

સમસ્ત ગુજરાત  બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.

   સમસ્ત ગુજરાત  બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના હોદ્દેદારો ઉપપ્રમુખ શ્રીઓ, પ્રભારીશ્રી અને કન્વીનરો ની એક મીટીંગ ગાંધીનગર   ખાતે મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી ની ઓફિસમાં સ્વાગત રેઇન ફોરેસ્ટ 1,A-307/311 કુડાસણ ગાંધીનગર ખાતે પ્રમુખશ્રી ભરતભાઈ રાવલ ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં છઠ્ઠી જાન્યુઆરીએ સાણંદ ખાતે યોજાનાર કથાકારોના સન્માન સમારંભને સફળ બનાવવા માટે વિવિધ કમિટીઓ  રચી અને હોદ્દેદારોને જવાબદારી આપવામાં આવી. 

      આ ઉપરાંત આપણા પવિત્ર પુસ્તક ભગવદ ગીતા ને રાષ્ટ્રીય ગ્રંથ  જાહેર કરવા માટે તારીખ 8 જાન્યુઆરી 2024 ના રોજ પ્રત્યેક જિલ્લામાં કલેકટરશ્રીને માન. વડાપ્રધાનશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ કાર્યક્રમનીજવાબદારી ગુજરાત પ્રદેશ રાજ્યકક્ષાના સાહિત્ય સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ના કન્વીનર શ્રી કૃણાલભાઈ દિક્ષિતને સોંપવામાં આવી. દરેક જિલ્લામાં થયેલા સંગઠનાત્મક કાર્યક્રમ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સમગ્ર મિટિંગનું સંચાલન મહામંત્રી શ્રી ગીરીશભાઈ ત્રિવેદી કર્યું હતું. 

                     આ મિટિંગમાં પૂર્વ ધારાસભ્ય અને ઝોન પ્રભારી શ્રી જીજ્ઞેશભાઈ સેવક ,ટ્રસ્ટી શ્રી અમિતભાઈ દવે, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી,મુખ્ય સંગઠક શ્રી અતુલભાઇ દીક્ષિત ,અને ડામરાજી રાજગોર ,ઉપાધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ વ્યાસ , શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા , ઝોન પ્રભારીશ્રી ઉર્વેશભાઈ પંડ્યા,તેમજ શ્રી રાકેશભાઈ પાઠક તથા સમસ્ત ગુજરાતમાંથી રાજ્યકક્ષાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન