વૃંદાવન ને વ્રજભૂમિ સમી બી-કનઈ શાળામાં કૃષ્ણ પર્વ – “કૃષ્ણજન્મોત્સવની” ભવ્ય ઉજવણી કરવામાં આવી.

વૃંદાવન ને વ્રજભૂમિ સમી બી-કનઈ શાળામાં કૃષ્ણ પર્વ – “કૃષ્ણજન્મોત્સવની” ભવ્ય ઉજવણી કરવામાં આવી.

        નંદોત્સવ, કૃષ્ણ પર્વ, જન્માષ્ટમી જેવા વિવિધ નામોથી આપણે સૌ માધવના જન્મદિનની ઉજવણી કરીયે છીએ. અંધકાર થી ઉજાસનો માર્ગ, પ્રેમ અને સ્નેહ દ્વારા પ્રાપ્ત થાય છે. તે આપણે સૌ શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર પરથી શીખીયી છીએ અને તેના પરિણામ સ્વરૂપે જ સકળ સૃષ્ટિમાં સમભાવ, સહભાવ, વિશ્વાસ નામનું ઝરણું સતત વહી રહ્યું છે અને 
આ સૌના પ્રતિક સમ વ્રજભૂમિ સમી બી- કનઈ શાળામાં આજરોજ તારીખ ૦૧-૦૯-૨૦૨૩ના રોજ નંદોત્સવની ઉજવણી કરવામાં આવી. આ સ્નેહના સરવાળા સમા સકળ સૃષ્ટિનાં સ્વામી શ્રીકૃષ્ણનાં જન્મદિન નિમિત્તે
 મોડાસા કેળવણી મંડળનાં પ્રમુખ શ્રી બિપીનભાઈ આર શાહ સાહેબ, સેક્રેટરી શ્રી ધીરેનભાઈ પ્રજાપતિ સાહેબ  ઉપસ્થિત રહી કૃષ્ણજન્મોત્સવ પર્વનાં સાક્ષી બન્યા હતા. મંડળનાં સેક્રેટરીશ્રી નિખિલભાઈ શાહ સાહેબ તથા હોદ્દેદારો પરોક્ષ રીતે પોતાની હાજરી દર્શાવી સૌને કૃષ્ણજન્મોત્સવ પર્વનાં અભિનંદન પાઠવ્યા હતા. 

આ પ્રસંગે બી - કનઈ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા મંત્રમુગ્ધ અને મનને હરી લે તેવી મનોહર કૃતિઓ શ્રીહરિનાં સાનિધ્યમાં શ્રીહરિની સંક્ષિપ્ત ઝાંખી રૂપે પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં કૃષ્ણજન્મ, કૃષ્ણ બાળ લીલા, રાધા કૃષ્ણ તથા ગોપ-ગોપી રાસ, નાગ દમન તથા જન્મોત્સવ નિમિત્તે નાના ભૂલકાઓ દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું તેમજ સૌનો પ્રિય એવો ‘મટકીફોળ’ નું ખુબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્હલાપ ના દરિયાનાં જન્મદિન નિમિત્તે બી - કનઈ શાળા પરિવારનાં કેમ્પસ ડાયરેક્ટર શ્રી જે.
 પી ઉપાધ્યાય સાહેબે   પરોક્ષ રીતે પોતાની હાજરી આપી સંદેશ અને સંચાર દ્વારા સૌને આ પવિત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી, તેમજ શાળાનાં આચાર્ય  શ્રી કુંદન સિંહ જોદ્ધા સાહેબ શ્રી એ ભગવાન શ્રીકૃષ્ણનાં જીવન કવનનો પરિચય આપી સ્નેહપૂર્વક સૌને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના વાઇસ પ્રિન્સિપાલ શ્રી વિક્કી ડી સોની સાહેબે ઉપસ્થિત મહેમાનશ્રીઓનું શાબ્દિક અભિવાદન કરીને આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઇન્ચાર્જ શ્રીમતી સોનલબેન શર્મા, શ્રીમતી અક્ષરા ખીલવાણી અને શ્રીમતી ક્રિષ્નાબેન જોશી,  તેમજ સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ તમામ કાર્યક્રમના પ્રસંગોચિત વિવિધ ચિત્રો, આબેહૂબ ઝાંખી બનાવવા માટે સંસ્થાના આર્ટ શિક્ષકશ્રી ભાવિકભાઈ ચૌહાણ નો વિશિષ્ટ સિંહ ફાળો રહેલો છે તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

સાબરકાંઠા-અરવલ્લી ભારત- સ્કાઉટ ગાઇડ સંઘની જનરલ સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.

26 જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ ૯ જમાતના મહિલા મંડળે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું .