મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળામાં આજરોજ માતૃ- પિતૃ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી .
મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળામાં આજરોજ માતૃ- પિતૃ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી .
કલરવ શાળામાં દર વર્ષે આ ઉજવણી કરવામાં આવે છે જેમાં શાળાના બાળકોને શાળામાંથી સુચના આપવામાં આવે છે
સવારે નાહી - ધોઈ સ્વચ્છ થઈ માતા પિતાને કોઈ એક સ્થાન પર બેસાડી તેમને તિલક કરી બે હાથ જોડી વંદન કરી આરતી ઉતારી
અને માતા-પિતાની પ્રદક્ષિણા કરવી અને માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો ઉચ્ચારણ કરવુ,
આમ આજે શાળાના બધા જ બાળકોએ તથા માતા પિતા એ ભાગ લઈ ભવ્ય ઉજવણી કરી હતી.
મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બીપીનભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રીપંકજભાઈ બુટાલા, શ્રી કે.એમ શાહ
તથા મંડળના મંત્રીશ્રીઓ ,સર્વે હોદ્દેદાર શ્રીઓ શાળા પરિવારને તથા વાલીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.
Comments
Post a Comment