શ્રી કપિલા બેન JBS ફાઉન્ડેશન સંચાલિત શ્રી તુલસી દાસ શાહ વિઝન સેન્ટર દ્વારા સમતા વિકાસ ટ્રસ્ટ અને અંધજન મંડળે મફત નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

શ્રી કપિલા બેન JBS ફાઉન્ડેશન સંચાલિત શ્રી તુલસી દાસ શાહ વિઝન સેન્ટર દ્વારા સમતા વિકાસ ટ્રસ્ટ  અને અંધજન મંડળે  મફત નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
 કલરવ શાળા માં સવાર થી દર્દી ઓ આવવાની શરૂ થયેલ.  મોડાસા માં આ દસમો કેમ્પ હતો. આ ટ્રસ્ટે અરવલ્લી જિલ્લાને મોતિયા વિહોણું   બનાવવાનો સંકલ્પ કર્યો છે.
 આ માટે વિઝન સેંટર  પર દર બુધવારે સવારે 9.00 થી 12.00 વાગ્યા સુધી આંખ ની તપાસ થાય છે. આ સેંટર  ઊર્મિલ શાહ સંભાળે છે સાથે  મહેંદ્ર ભાઈ, ઇન્દ્ર વદન, અને બીજા કાર્યકરો પણ જોડાતા રહે છે બિપીન શાહ  આ કેન્દ્ર ની સ્થાપના થી આ સેંટર સાંભળી રહ્યા છે..
આજના કાર્યક્રમ ને સફળ બનાવવા સમતા ટ્રસ્ટ અમદાવાદ થી પ્રમુખ જીતુંભાઈ શાહ. જ્યોતિ બેન, જ્યોત્સના બેન. રીમા બેન. પરેશ ભાઈ અને બારેજા આંખની હોસ્પિટલ માં થી ડોક્ટરો આવેલ, કેમ્પ માં ચશ્મા. દવાઓ ફ્રી આપવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન