અરવલ્લી ના મેઘરજ ખાતે આન, બાન, શાન સાથે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી
અરવલ્લી ના મેઘરજ ખાતે આન, બાન, શાન સાથે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી
અરવલ્લી જિલ્લા કક્ષાનો 74 મો પ્રજાસત્તાક પર્વ મેઘરજ ની પી. સી. એન હાઇસ્કુલ ખાતે જિલ્લા સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીણા ની ઉપસ્થિતિમાં યોજાયો.
તેમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કર્મયોગી શ્રી જયેન્દ્ર કુમાર અમૃતલાલ મકવાણા ને સન્માનિત કરવામાં આવ્યા. તેવો યોગ ક્ષેત્રે અરવલ્લી જિલ્લામાં નિ :શુલ્ક યોગ શિબિર યોજીને જિલ્લાના નાગરિકોની સ્વાસ્થ્યની ચિંતા કરતા આવ્યા છે
તેમને રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ મેળવી છે
અગાઉ 76 માં સ્વતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગુજરાત સરકાર દ્વારા મહામહીમ રાજ્યપાલ દેવવ્રત અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ના વરદ હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યું હતું તેઓ અગાઉ નિશુલ્ક યોગ સાધના કેન્દ્ર શરૂ કરીને અરવલ્લી ની જનતાની સુખાકારીની કામના કરવા માટે કટિબંધ છે પ્રજાસત્તાકની ઉજવણીમાંના ધારાસભ્ય શ્રી પી. સી બરન્ડા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, જિલ્લા પોલીસવડા સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.ડી પરમાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અધિકારી શ્રી રાજેશ કુચારા તેમજ જિલ્લાના અગ્રણી શ્રીઓ સહિત અન્ય પદાધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment