26 જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ ૯ જમાતના મહિલા મંડળે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું .

26 જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ ૯ જમાતના મહિલા મંડળે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું .
મહિલા ફેડરેશનના પ્રમુખ અસ્માબેન પટ્ટીવાલા એ જણાવ્યું કે બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધારવા અને બાળકોને પ્રોત્સાહીત કરવા માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. 
 જેમાં મુખ્ય મહેમાન તરીકે મોડાસા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે  હાજર હતા તેમાં દેશભક્તિના ગીત ,‍ચિત્ર વેશભૂષા લીંબુ ચમચી મેમરી ગેમ જેવી સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ નું  આયોજન મહિલા ફેડરેશન ના સહયોગથી  દરેક ગામમાં મહિલા મંડળ ના પ્રમુખ જાહેદાબેનશેઠ મોડાસા ખૂબ જ સુંદર રીતે કર્યું હતું

 .નાના ભૂલકાઓ એ દેશભક્તિ ના ગીત વેશભૂષા અને ચિત્રો દોરી આપણા શહીદોની યાદ તાજી કરાવી હતી તે ખરેખર બિરદાવવા જેવી હતી અને આનો શ્રેય દરેક માતાને જાય છે.
 વધુમાં તેમને જણાવ્યું હતું કે દરેક માતાએ પોતાના બાળકોના ભણતર પ્રત્યે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે આપણા બાળકોનું ઘડતર દિન અને દુન્યવી રીતે કરીશું તો કુટુંબ સમાજ અને સમગ્ર દેશ સુ શિક્ષિત બની આગળ આવશે 
આ સ્પર્ધાઓમાં મોડાસા-૮૦ વિજાપુર 30 ધોળકા 96 મહેસાણા 60 વિરમગામ 83 હરસોલ 60 હિંમતનગર 34 પાલનપુર 42 કડી 92 વિદ્યાર્થી ભાઈ બહેનોએ
 ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રોગ્રામને સફર બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં એક થી ત્રણ નંબરે આવનારને મહિલા ફેડરેશન તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા અને હરીફાઈમાં ભાગ લીધેલ ભાઈ બહેનોને આશ્વાસન ઇનામ મહિલા મંડળ તરફથી આપવામાં આવ્યા હતા

Comments

Popular posts from this blog

સાબરકાંઠા-અરવલ્લી ભારત- સ્કાઉટ ગાઇડ સંઘની જનરલ સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.