બી.બી.એ., બી.સી.એ., એમ.એસ.સી(સીએ. એન્ડ આઈ.ટી) કોલેજ, મોડાસાના વિદ્યાથીઓ થેલેસેમિયા કેમ્પ યોજાયો
બી.બી.એ., બી.સી.એ., એમ.એસ.સી(સીએ. એન્ડ આઈ.ટી) કોલેજ, મોડાસાના વિદ્યાથીઓ થેલેસેમિયા કેમ્પ યોજાયો
તા. ર૧/૧ર/ર૦રરને બુધવારના રોજ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, મોડાસા થી શ્રી ભરતભાઈ પરમાર તથા
તેમની ટીમ દ્વારા શ્રી બી. એચ. ગાંધી બી.બી.એ કોલેજ, માતૃશ્રી એલ. જે. ગાંધી બી.સી.એ કોલેજ તથા શ્રીમતિ વી. વી. શાહ (એમ.એસ સી.(સી.એ એન્ડ આઈ.ટી) કોલેજ, મોડાસા દ્વારા થેલેસેમીયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોલેજના ૯૦% વિદ્યાથીઓ એ થેલેસેમીયા પરિક્ષણ કરાવીને આ કેમ્પને અદભુત સફળતાં અપાવી હતી. જેમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા મહત્વની બાબતો જેવી કે ''પહેલા થેલેસેમીયા પરિક્ષણ પછી જ સગાઈ'' થેલેસેમીયા માઈનર એ કોઈ રોગ નથી પરતું થેલેસેમીયા મેજર એક જીવલેણ રોગ છે આ અંગે માર્ગદશન આપવામાં આવેલ જેમાં મંડળના માનદ્મંત્રીશ્રી અરવિદભાઈ જે. મોદી તથા શ્રી રમેશભાઈ પી. શાહ દ્વારા વિદ્યાથીઓને થેલેસેમીયા શું છે તે અંગે માહિતગાર કયા હતા. જેમા બી.બી.એ. કોલેજના આચાર્ચશ્રી ડૉ. તુષાર અમે. ભાવસાર, બી.સી.એ કોલેજના આચાર્યશ્રી ડૉ. જયદીપભાઈ ત્રિવેદી તથા એમ.એસ.સી.(સી.એ એન્ડ આઈ.ટી) કોલેજના કા. આચાર્યશ્રી અર્પિત એ. જોષી તથા ત્રણે કોલેજ સ્ટાફે આ કેમ્પને સફળ બનાવવા શ્રેષ્ઠ કામગીરી કરી હતી.
Comments
Post a Comment