અરવલ્લી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે 'કોફી વિથ કલેકટર' કાર્યક્રમ યોજાયો.

અરવલ્લી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે 'કોફી વિથ કલેકટર' કાર્યક્રમ યોજાયો.
અરવલ્લી જિલ્લામાં મતદાન રેટ વધારવા માટેના નવીન અને રચનાત્મક કાર્યક્રમ અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે.
 તે પૈકીનો કાર્યક્રમ coffee with collector મોડાસા ના
 દાદા દાદી ના વિસામા ખાતે યોજાયો. જેમાં સિનિયર સિટીઝન અને પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલ મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી ( કલેકટર, અરવલ્લી )શ્રી ડો. નરેન્દ્ર કુમાર મીના દ્વારા સંબોધવામાં આવ્યા.
 મતદારોના સૂચન અને તેમની મુશ્કેલીઓ અંગે પણ ખૂબ વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં મતદારોને મતદાન ને લગતી વિવિધ રમતો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા રમાડવામાં આવી. જેના વિજેતાઓને ઈનામ આપી સન્માનવામાં આવ્યા.સમગ્ર કાર્યક્મ નું સંચાલન પટેલ ચંદનબેન દ્વારા કરવામાં આવ્યું.


Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન