જગતના ઝેર પીવે તે શિવ અને ફેલાવે તે જીવ.
જગતના ઝેર પીવે તે શિવ અને ફેલાવે તે જીવ.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામગઢ ગમે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લની 832મી ભાગવત કથા માં આજે શિવપાર્વતી વિવાહ પ્રસંગ ધૂમ ધમથી ઉજવાયો હતો.
વઘાસીયા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વ્યાસ પીઠ પર થી કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે શિવ જગતના ઝેર પીવે છે જયારે જીવ ઝેર ફેલાવે છે કામ,, ક્રોધ, અને લોભ ત્રણે ય શૂળ જેના કાબુમાં છે એ જ મહાદેવ છે
આજે કથામાં દ્વારિકાથી પૂજ્ય મહંત બાપુ પધાર્યા હતા આયોજકો દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું
દયાના સાગર દયારામ બાપુ ની યાદ કરવામાં આવી હતી બેલા લોકનિકેતન ટ્રસ્ટ દ્વારા પૂજ્ય પ્રફુલબાપુ નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સુરેશભાઈ વઘાસીયા એ આભાર વિધિ કરી હતી આવતી કાલે કથામાં નૃસિંહ પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે.
આ સંવાદ ના પ્રયોજક છે
રજવાડી જ્વેલર્સ
એમ જી રોડ
વલસાડ.
Comments
Post a Comment