જેમના પિતૃઓ મોક્ષ પામ્યા હોય એમનોજ પરિવાર ભાગવત ની કથા કરાવે છે".
જેમના પિતૃઓ મોક્ષ પામ્યા હોય એમનોજ પરિવાર ભાગવત ની કથા કરાવે છે".
ભાવનગર જિલ્લા ના શિહોર તાલુકા ના રામગઢ ગામે વઘાસીયા પરિવાર દ્રારા આયોજિત કથાકાર પૂ.પ્રફુલભાઇ શુક્લ ની 832 મી ભાગવત કથા નો આજે મંગલ આરંભ થયો હતો. આ પૂર્વે ઢુંઢસર ગામે વઘાસીયા પરિવાર ના કુળદેવી અંબામાતા ના મઢે થી રામગઢ ગામ સુધી ની 15 કિલોમીટર ની ભવ્ય પોથીયાત્રા પ્રસ્થાન થઇ હતી.જેમા કળશધારી બહેનો, વાજા વાજેન્ત્ર, અબીલ, ગુલાલ, ની છોળો ની વચ્ચે ઢૂંઢસર, સરકડીયા, ગુંદાળા, વરલ ગામ ના ગ્રામજનો જોડાયા હતા.રામગઢ સુપ્રસિદ્ધ પૌરાણિક ચાલીસા હનુમાનજી ના મંદિરે થઇ પોથી યાત્રા 'સ્વર્ગ સમા ' ભવ્ય કથા મંડપ મા પહોંચી હતી. જ્યાં વઘાસીયા પરિવાર ની બહેનો દ્રારા ભાગવતજી તેમજ પૂ. પ્રફુલભાઇ શુક્લ નુ ભવ્ય સામય્યુ કરવામાં આવ્યું હતુ.પૂર્વ સરપંચ ભીખાભાઈ ગોવિંદભાઈ વઘાસીયા, હીરાભાઈ વઘાસીયા, કરમશીભાઈ વઘાસીયા કુરજીભાઈ વઘાસીયા, વલ્લભભાઈ વઘાસીયા દ્રારા પોથી તેમજ વ્યાસપૂજન કરવામાં આવ્યું હતુ. કથા નુ મંગલમય દીપ પ્રાગટ્ય પૂ. સીતારામ બાપુ(શિવકુંજ માનસ આશ્રમ, અધેવાડા ) ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. પૂ. સીતારામ બાપુ દ્રારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. જીવન ની 832 મી ભાગવત કથા નુ મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે "જેમના પિતૃઓ મોક્ષ પામ્યા હોય એમનોજ પરિવાર ભાગવત ની કથા કરાવે છે".72 પેઢી ના પિતૃઓ ને મોક્ષ અપાવનાર જો કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવતજી છે. અઢારે પુરાણો મા સૌથી શિરમોર ભાગવતજી છે.એક આસને બેસી ને કથા શ્રવણ કરવાનો મહિમા છે. ભગવાન કૃષ્ણ ના કીર્તન મા સમગ્ર વઘાસીયા પરિવાર અને ભાવિકો ઝુમી ઉઠ્યા હતા. સાત દિવસ ચાલનારી આ ભાગીરથી મોક્ષ ગાથા નો સમય દરરોજ સવારે 10 થી 12 અને બપોરે 4 થી 6 એમ બે સત્ર મા રાખવામાં આવ્યો છે.
કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 832 મી ભાગવત કથા રામ ગઢ સિહોર ભાવનગર માં પ્રથમ દિવસે જ રંગ જમાવી ગઈ.
Comments
Post a Comment