વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તાલીમ યોજાઈ

વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તાલીમ યોજાઈ
 આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્યું

વલસાડ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પાંચ વિધાનસભા મત વિસ્તારમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે સંબંધિત અધિકારીઓની તાલીમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી.
આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્થિત રહી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે હેતુસર અધિકારી/કર્મચારીઓની બદલી, બઢતી તેમજ રજા ઉપર પ્રતિબંધ રહેશે. ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવણી સિવાયનો તમામ પ્રકારનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે, જે તેમના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવશે. આ તાલીમમાં પારડી પ્રાંત અધિકારી વસાવાએ પ્રેઝન્ટેશન દ્વારા આચારસંહિતાની અમલવારી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ અવસરે આદર્શ આચારસંહિતા અમલવારીના નોડલ અધિકારી પારૂલ પટેલ, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લાની પાલિકાના ચીફ ઓફીસરો સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન