કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ મોડાસા બહેરા-મુંગા શાળા અને લાયન્સ આઇટીઆઇની મુલાકાતે, દિવ્યાંગ બાળકોની પ્રતિભા નિહાળી.

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ મોડાસા બહેરા-મુંગા શાળા અને લાયન્સ આઇટીઆઇની મુલાકાતે, દિવ્યાંગ બાળકોની પ્રતિભા નિહાળી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી દેખાઈ રહી છે, ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા મથામણ કરી રહી છે ભાજપે રાજ્યમાં ગૌરવ યાત્રામાં કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી દીધી છે.
 ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ બે દિવસ અરવલ્લી જીલ્લાની મુલાકાતના પ્રથમ ક્વિસે ટાઉનહોલમાં સભા સંબોધી સાંજે મોડાસા શહેરમાં લાયન્સ સોસાયટી સંચાલિત શ્રી વા.હી.ગાંધી, બહેરા મુંગા શાળા અને રાજ્યની એક માત્ર દિવ્યાંગ બાળકોને ઔધોગિક તાલીમ આપતી લાયન્સ આઇટીઆઇની અને ટ્રસ્ટીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી.

 કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે શુક્રવારે સાંજે મોડાસા શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલી લાયન્સ સોસાયટી સંચાલીત બહેરા મૂંગા શાળા અને આઈટીઆઈની શુભેચ્છા મુલાકાત કરી શાળા અને આઈટીઆઈમાં ચાલતા બાળકોના અભ્યાસનું બારીકાઇથી નિરીક્ષણ કરી શૈક્ષણિક સ્ટાફ અને લાયન્સ સોસાયટીની સરાહના કરી હતી કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ સાથે જીલ્લા પ્રભારી જયશ્રી દેસાઇ, જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, નિલાબેન મોડિયા, ભીખાજી ડામોર, જગદીશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કરતા મંત્રી અજય ભટ્ટ તેમનામાં રહેલી શક્તિથી અભિભૂત થયા હતા દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કરવાનો પ્રયત્ન કરી બાળકોના દિલ જીત લીધા હતા.

Comments

Popular posts from this blog

સાબરકાંઠા-અરવલ્લી ભારત- સ્કાઉટ ગાઇડ સંઘની જનરલ સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારોને મીટીંગ ગાંધીનગર ખાતે મળી.

26 જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ ૯ જમાતના મહિલા મંડળે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું .