ACB નું સફળ ટ્રેપ

એસીબી સફળ ટ્રેપ
આરોપી  કિશોર ગુલાબભાઇ સીંદે એ.એસ.આઇ. (વર્ગ-૩), ને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

 જી.આઇ.ડી.સી. પોલીસ ચોકી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન, નવસારી જિ.નવસારી

આરોપી-(૧) કિશોર ગુલાબભાઇ સીંદે એ.એસ.આઇ. (વર્ગ-૩), જી.આઇ.ડી.સી. પોલીસ ચોકી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન, નવસારી જિ.નવસારી
 (૨)રાજેન્દ્ર ભોળાભાઇ પંડ્યા અ.પો.કો. (વર્ગ-૩), પોલીસ હેડ ક્વાર્ટર, વડોદરા શહેર
(૩) મેહુલ માહ્યાવંશી (ખાનગી વ્યક્તિ)  

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૨૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૨૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૨૦,૦૦૦/-
 આ કામના ફરીયાદીના મિત્ર ઉપર બે માસ પહેલા પ્રોહીબીશનનો કેસ થયેલ હોય અને ફરીયાદી તેને મળવા નવસારી જી.આઇ.ડી.સી. પોલીસ ચોકી ઉપર જતા આરોપી નં.(૧)એ ફરીયાદીને પણ દારૂના ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી ફરીયાદી પાસે રૂા.૩૦,૦૦૦/- ની માંગણી કરેલ અને આરોપી નં.(૧) તથા (૨) એ ફરીયાદી પાસે અવાર નવાર પૈસાની ઉઘરાણી કરી આરોપી નં.(૧) એ ફરીયાદીને આરોપી નં.(૩) નો મોબાઇલ નંબર આપી પ્રથમ રૂા.૧૦,૦૦૦/- આરોપી નં.(૩)ના નંબર ઉપર ફોન પે કરાવી ત્રણે આરોપીઓએ બાકીના રૂા.૨૦,૦૦૦/- ની ફરીયાદી પાસે અવાર નવાર ઉઘરાણી કરતા આવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી નં.(૧) તથા (૩) એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી નં.(૧) એ રૂ.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી આરોપી નં.(૧) સ્થળ પર પકડાઇ જઇ તથા આરોપી નં.(૩) ને શંકા જતા નાસી જઇ ત્રણેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કર્યા બાબત. 

નોંધ : આરોપી નં.(૧) ને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

ટ્રેપીંગ અધિકારી : શ્રી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એસીબી પો.સ્ટે. 
મદદમાં : શ્રી કે.આર.સક્સેના, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારી : શ્રી એમ.કે.સ્વામી, I/C મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન