પેપર લીક થયાને 24 કલાક વીતી ગયા છતાં FIR નોંધાઈ નથી, આજે FSL સીલ પેક પેપર બંચની તપાસ કરશે

પેપર લીક થયાને 24 કલાક વીતી ગયા છતાં FIR નોંધાઈ નથી, આજે FSL સીલ પેક પેપર બંચની તપાસ કરશે
કુલપતિ સામે થતા વ્યક્તિગત વિરોધનો ભોગ વિદ્યાર્થીઓ બનતા હોવાની ચર્ચા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલી BBA અને B.com સેમેસ્ટર 5ની પરીક્ષામાં 13 ઓક્ટોબરના રોજ લેવાનાર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવા મામલે 24 કલાકથી વધુ સમય થયો પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. 

માત્ર જાણવા જોગ અરજી આધારે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ પરીક્ષા પૂર્વે કેન્દ્ર પર મોકલવામાં આવતા પ્રશ્નપત્રના સીલ બંચ પરત મંગાવવામાં આવતા રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલીના પરીક્ષા કેન્દ્ર પરથી પ્રશ્નપત્ર બંચ પરત યુનિવર્સિટી ખાતે રાત્રિના સમયે પહોંચી ચૂક્યા છે જે મામલે હવે આજે FSL દ્વારા આજે આગળ તપાસ હાથ ધરવામાં આવશે.

Comments

Popular posts from this blog

કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, મોડાસા ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર આત્મીયતા અને ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો

વેરાવળ શિશુમંદિર એજયુ. ટ્રસ્ટના પ્રમુખ પી.કે. લહેરીનું અદકેરૂ સન્માન

મોડાસાના ભામાશા મનુભાઈ શાહ લાટીવાળાનું દેહાવસાન